Redmi 7 ખૂબ જ ઓછી કિંમતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ખાસિયતો

Redmi7
Redmi 7

Redmi 7 Detail


સ્માર્ટફોન બનાવનારી કંપની Xiaomi Redmiએ પોતાનો વધુ એક ફોન લોન્ચ કર્યો છે. આ ફોન Redmi 7 છે. કંપનીએ આ ફોનને 3 વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે. ફોનમાં 6.26 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે HD Plus છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે. તેની ડિસ્પ્લે પણ Redmi Note 7 Pro જેવી જ છે. ફોનના ફ્રન્ટ પેનલ પર 84 ટકા હિસ્સામાં માત્ર ડિસ્પ્લે જ છે. ફોનને પાવર આપવા માટે તેમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે.

Redmi 7 Hardware Detail


ફોનના હાર્ડવેરની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં એક કેમેરો 12 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો કેમેરો 2 મેગપિક્સલનો છે. જણાવી દઈએ કે, Redmi Note 7માં પણ એ જ કેમેરા સેટઅપ છે. તેમજ તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

Redmi 7 color Detail


Redmi 7ના કલર ઓપ્શનની વાત કરીએ તો તે બ્લૂ, રેડ અને બ્લેક કલરમાં આવશે. આ કલર એવા જ છે, જેવા Redmi Note 7 Proના છે. હાલ આ ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 19 માર્ચે તેને ભારતમાં પણ કંપની પોતાનો એક નવો ફોન લોન્ચ કરવા જઈ રહી છે તે ફોન Redmi 7 હોઈ શકે છે.

Redmi 7 Price Detail


કિંમતની વાત કરીએ તો તેના 2GB રેમ અને 16GB ઈન્ટરનલ મેમલીવાળા વેરિયન્ટની કિંમત 699 યુઆન (આશરે 6000 રૂપિયા), તેના 3GB રેમ અને 32GB ઈન્ટરનલ મેમરીવાળા વેરિયન્ટની કિંમત 799 યુઆન (આશરે 7000 રૂપિયા) અને 4GB રેમ તથા 64GB ઈન્ટરનલ મેમરીવાળા વેરિયન્ટની કિંમત 999 યુઆન (આશરે 9999 રૂપિયા) છે.

Post a Comment

0 Comments