'સ્ટાર ટ્રેઇલ' ફોટોગ્રાફી કેવી રીતે કરાય ?
આમ જોવા જઇયે તો ફોટોગ્રાફી એ એક વિશેષ કલા છે. આ એવી કલા છે કે, જેને લોકો વર્ષો ના વર્ષો સુધી નિહાળી શકે છે અને પોતાની યાદો ને તાજી કરી શકે છે. અને હવે ડિજિટલ યુગ આવી ગયો છે તો આપનો પાડેલો ફોટો ડિજિટલ મીડિયા માં સ્ટોર કરી શકાય છે અને 100 કે 150 વર્ષો પછી પણ ફોટો જોઈ શકાય છે. આ ફાયદો થઇ ગયો ડિજિટલ મીડિયા નો. પણ આજે આપણે મીડિયાની નહિ પણ ફોટોગ્રાફી ની વાત કરી રહ્યા છીએ. રાત્રી નહિવત પ્રકાશ માં 'સ્ટાર ટ્રેઇલ' ફોટા કેમ ખેંચવા તે પણ શીખવા જેવો વિષય છે. આ વિશે મને જેટલી માહિતી છે તે માહિતી આપ ની સાથે શેર કરું છું. આવા પ્રકાર ની તસવીરો લેવા માટે શું ધ્યાન માં રાખવું જોઈએ.
(1) કેમેરા
સૌ પ્રથમ તો આપણી પાસે સારી કક્ષા નો કેમેરો હોવો જોઈએ, આ ટોપિક આમ તો ગણો ઊંડો છે પણ અહીં ચર્ચા નીકળી છે એટલે વાત તો કરવી જ પડે. ઘણા લોકો એવી રીતે અમારી પાસે તો આ કંપની નો કેમેરો છે છ હજાર નો લીધો છે અને સારા ફોટા પાડીયે છીએ. પણ એવું નથી હોતું રાત્રી પ્રકાશ માં ઓછા અજવાળા માં આકાશી તસવીરો લેવા માટે ડી એસ એલ આર કેમેરા હોવો જરૂરી છે. નાના કેમેરા માં આવા પ્રકારની ફોટોગ્રાફી એટલે કે 'સ્ટાર ટ્રેઇલ' શક્ય નથી . માટે એક સારી કક્ષા નો ડી એસ એલ આર કેમેરા વસાવવો જોઈએ .
(2) ટ્રાઇપોડ
કેમેરા પછી બીજો સાધન ટ્રાઇપોડ છે. ઘણા લોકો તેને કેમેરા સ્ટેન્ડ તરીકે પણ ઓળખે છે. આ ખુબ જરૂરી છે.કેમ કે લો લાઈટ માં ફોટો પાડો એટલે સ્ટેન્ડ (ટ્રાઇપોડ) ખુબ જ જરૂરી છે. કેમ કે કેમેરા જયારે લો શટર સ્પીડ પાર હોય ત્યારે તે થોડોક પણ હાલી જાય તો ફોટો બ્લરી આવે. આ બ્લરી ફોટો ના આવે તે માટે કેમેરા સ્ટેન્ડ માં જ લાગેલો હોવો જોઈએ. માર્કેટ માં વિવિધ પ્રકારના સ્ટેન્ડ (ટ્રાઇપોડ) મળે છે. જે દરેક સ્ટેન્ડ માં તેની વજન ઉંચકવાની ક્ષમતા દર્શાવેલી હોય છે. આ ખાસ વાંચવું, કેમ કે જો સ્ટેન્ડ (ટ્રાઇપોડ)માં તમારો કેમેરો ઉંચકવાની ક્ષમતા નહિ હોય તો સામાન્ય કરતા થોડો વધુ પવન ફુંકાશે અને તમારો કેમેરો સ્ટેન્ડ (ટ્રાઇપોડ) પાર હાલવા માંડશે. જેથી પણ ફોટો બ્લરી આવશે. માટે તમારા કેમેરા ને યોગ્ય સ્ટેન્ડ (ટ્રાઇપોડ) જ વસાવવો જોઈએ.
(3) રિમોટ કંટ્રોલ
કેમેરા, ટ્રાઇપોડ અને તેના પછી ત્રીજો સાધન રિમોટ છે. આ સાધન ને અલગ અલગ કંપની જુદા જુદા નામે ઓળખાવે છે. જેમ કે, રિમોટ, રિમોટકંટ્રોલ, ક્લિક કંટ્રોલ, વિગેરે.આ સાધન ખુબ જરૂરી છે. કેમ કે આપણે લો લાઈટ મામ કે નાઈટ શુટીંગ માં હોઈએ ત્યારે કેમેરો લો સ્પીડ માં હોય, (કેમેરા ની સ્પીડ વિશે અલગ થી પ્રકરણ આવરી લેવામાં આવશે.) ત્યારે જો આપણે હાથ દ્વારા ક્લિક કરીયે તો પણ કેમેરો હાલી જાવાની પુરી શક્યતાઓ રહેલી છે, અને જો કેમેરો હાલી ગયો તો ફોટો બ્લરી આવશે. આવું ન થાય તે માટે રિમોટ કંટ્રોલ હોવો જરૂરી છે. આ સાધન બે પ્રકારે મળે છે. એક તો વાયર સાથે આવે છે અને વીજો વાયરલેસ આવે છે. વાયર વાળા રિમોટ કંટ્રોલ ની કિંમત વાયર લેસ રિમોટ કરતા સસ્તી હોય છે. અને હવે તો એવા પણ કેમેરા આવે છે કે, તમે તમારા કેમેરા ને તમારા સ્માર્ટ ફોન સાથે કનેક્ટ કરી શકો છો. જો આપણી પાસે આવો કેમેરો હોય રિમોટ કંટ્રોલ નો ખર્ચો કરવો નહિ પડે. માત્ર ગૂગલ ના પ્લે સ્ટોર માંથી તમારા કેમેરાને લગતી એપ્સ ડાઉનલોડ કરી લો એટલે તમારો કામ શરુ.
(4) લોકેશન
આ બધું સાથે હોય ત્યારે આપણે ખાસ જરૂર છે લોકેશન ની. લોકેશન એવું હોવું જોઈએ કે જ્યાં શહેર ની લાઈટ ના પહોંચી શક્તિ હોય. મતલબ કે એકદમ ગાઢ અંધકાર વળી જગ્યા હોવી જોઈએ. અને જગ્યા સ્વચ્છ હોવી જોઈએ. જો જગ્યા કાંટાવાળી કે જંગલ માં હોય તો તમને દિવસ દરમ્યાન ત્યાં પહોંચી જવું જોઈએ અને થોડી સાફ સફાઈ કરી લેવી જોઈએ. કેમ કે, રાત્રી ના અંધકાર માં આવી જગ્યા સાફ હોય તો ફોટોગ્રાફી કરવાની મજા આવી જાય. આપણા શહેર ની આસપાસ આવી જગ્યાઓ હોય છે. અથવા ગૂગલ તો છે જ.
(5) સેફટી
ખુબ અગત્ય ની જરૂરત છે સેફટી ની. હવે જો આપણે જંગલ માં ફોટોગ્રાફી કરવા માટે જો રાત્રી ના સમયે જતા હોઈએ ત્યારે આપણી તેમજ આપણા સાધનો ની સેફટી ને લગતા તમામ સાધનો સાથે રાખવા જોઈએ. જેમ કે ટોર્ચ લાઈટ, લાકડી, અલ્પાહાર ની વ્યવસ્થા, પીવા લાયક પાણી, ઓઢવા માટે ના પૂરતા સાધનો અને ઝાકળ થી કેમેરા ને બચાવવા માટે કેમેરા નો રેઇન કવર.આવા તમામ સાધનો હાથવગા કરી પછી ફોટોગ્રાફી માટે નીકળવું જોઈએ.
મિત્રો આજ માટે આટલું માહિતી પુરી પાડું છું. આશા રાખું છું કે માહિતી રસપ્રદ રહી હશે. આવતા લેખ માં આપણે 'સ્ટાર ટ્રેઇલ' ફોટા પાડવા માટે કેમેરા ની સેટીંગ ની વિસ્તૃત ચર્ચાઓ કરીશું. આપણે આ લેખ કેવો લાગ્યો ? તેના માટે કોમેન્ટ માં સૂચનો જરૂર આપજો. અને જો કોઈ પ્રશ્નો હોય તો પણ પૂછજો. હું મારો પૂરો પ્રયત્ન કરીશ કે તમને યોગ્ય જવાબ આપી શકું।
રોહિત પઢીયાર, ભુજ કચ્છ.
4 Comments
Yes thankyou ,
ReplyDeleteit's really verry usefull
but sir i want to know how to catch nordhen lights.. and milkey way with star trail photography mo- 9898763065 ankit panchal
Nice
ReplyDeleteNice
ReplyDeleteVery nice & use full insrction
ReplyDeleteThanks sir..