Album Designing software

મિત્રો,
આજે આપણે ચર્ચા કરીયે લગ્ન ના આલ્બમ બનાવવા માટે ની. મિત્રો સૌથી અગરુ કામ છે લગન ના ફોટાઓ ને યોગ્ય રીતે ડિઝાઇન કરી ગ્રાહક ને ગમે તેવું સરસ મઝાનું આલ્બમ તૈયાર કરવું. આ આલ્બમ ડિઝાઇન કરવું એ એક કલાકારી નું કામ છે. અને કલાત્મક આલ્બમ તૈયાર કરતા ઓછા માં ઓછા દસ થી પંદર દિવસ નો સમય લાગી જાય છે.  અને આપણા રૂપિયા નો રોકાણ થયેલું હોય જ્યાં સુધી આપણે આલ્બમ ગ્રાહક ને આપીયે નહિ ત્યાં સુધી આપણને ગ્રાહક ચુકવણું નથી કરવાનો.

મિત્રો , હવે નવા જમાના ની નવી શોધ પ્રમાણે આલ્બમ ડિઝાઇન કરવા માટે જે દસ થી પંદર દિવસ નો સમય લાગતો હતો તે ડિઝાઇન હવે માત્ર અડધા કલાક માં થઇ જાય તેમ છે. જી હા આ સોફ્ટવેર નું નામ છે આલ્બમ સેન્સ. આ સોફ્ટવેર આપણે એક મિનિટ માં બે પેજ ડિઝાઇન કરી આપે છે મતલબ કે ત્રીસ પાનાં નું આલ્બમ માત્ર પંદર મિનિટ માં તૈયાર થાય છે અને તે પી એસ ડી ફાઈલ પણ બનાવી આપે છે. વધુ માહિતી માટે આ ડેમો વિડીયો જોવા વિનાથી છે.

આપ કોમેન્ટ બોક્સ માં આપના સૂચનો લખતા રહેજો જેથી અમને અમારા બ્લોગ માં સુધારો કરવા માં મદદ થાય.

આપનો જ 
રોહિત પઢીયાર , ભુજ 

Post a Comment

0 Comments